દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાલ હાઈકોર્ટે તેમના જામીન પર સ્ટે મુક્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી જામીન પર સ્ટે રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ગઈ કાલે એટલે કે ગુરુવારે દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન મંજૂર કર્યા હતા, પરંતુ આજે કેજરીવાલના જામીન સામે ED હાઈકોર્ટ પહોંચી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. EDએ હાઈકોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. હાઈકોર્ટે ઈડીની અરજી સ્વીકારી હતી.