દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી છે. મંગળવારે તેમને દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ હતી, જે કોરોના વાયરસના લક્ષણોમાં સામેલ છે. સત્યેન્દ્ર જૈનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, તેમના ટેસ્ટનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવી જશે. હાલ હોસ્પિટલમાં તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સતત બેઠકોમાં ભાગ લઇ રહ્યાં હતા. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય અધિકારીઓ સાથે સતત અનેક બેઠકો કરી, ત્યારે સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રી તરીકે બેઠકમાં ઉપસ્થિત હતાં.