દિલ્હીમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને રોકવા માટે કેજરીવાલ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નાઇટ કર્ફ્યુ તો પહેલાથી જ લાગુ હતા, તદઉપરાંત પ્રતિબંધોની લાંબા યાદી જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. દિલ્હીમાં હવે અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ સામેલ થઇ શકશે. જ્યારે લગ્નની અંદર 50 લોકોને એકઠા થવાની છૂટ અપાઇ છે.
નવા આદેશ પ્રમાણે હવે મહારાષ્ટ્રથી હવાઇ માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જૂનો પોતાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે. સાથે જ જે લોકો આ રિપોર્ટ વગર આવશે તેમને 15 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ નિયમમાંથી બંધારણીય અને સરકારી મશીનરી સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે.