દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - ED દ્વારા ધરપકડ કરાઈ છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ગત મહિને CBI દ્વારા આઠ કલાકની લાંબી પૂછપરછ કરાયા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. CBIએ 26 ફેબ્રુઆરીએ આ કૌભાંડના સંબંધમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હાલ તેઓ જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. આવતીકાલે 10 માર્ચે સિસોદિયાની જામીન અંગે કોર્ટમાં સુનાવણી થવાની છે.