દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટક્યાં બાદ આખરે તેમની ધરપકડ કરી લીધી છે. દિલ્હી વક્ફ બોર્ડમાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ તેમના ઘરે પહોંચી હતી. જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નહોતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.