જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ સોમવારે શ્રીનગરના શોપિયાંમાં એક ડ્રાઇવરને નિશાન બનાવીને ગોળી મારી દીધી. ઈજાગ્રસ્ત ડ્રાઈવર દિલ્હીનો હોવાનું જણાવાય રહ્યું છે.
ઘટનાને અંજામ આપીને આતંકવાદીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. સૂચના મળતા જ સુરક્ષા દળોની ટીમે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ડૉક્ટરોએ વધુ સારવાર માટે ઈજાગ્રસ્તને શ્રીનગર રિફર કર્યો. ઘટના બાદથી સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે અને આતંકવાદીઓની શોધખોળ કરાઈ રહી છે.