દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાફેલ મામલે ટ્વિટ કરીને મોદી સરકાર પર સવાલોનો બોમ્બ ફોડ્યો છે. કેજરીવાલે કહ્યુ કે, પીએમ મોદીએ અનિલ અંબાણીની કંપનીને કેમ ડીલ અપાવી? આ ડીલ બીજી કોઈ કંપનીને કેમ ન આપી? અનિલ અંબાણી સાથે તમારા વ્યક્તિગત સંબંધ છે કે વ્યવસાયિક સંબંધ? રાફેલ ડીલના પૈસા તમારા કે ભાજપના ખિસ્સામાં ગયા?