દિલ્હીની આમ આદમી પાર્ટી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિવાદ ફરી શરૂ થઇ ગયો છે. અગાઉ કેજરીવાલ સરકારની ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના પર કેન્દ્રએ બ્રેક મારી હતી, હવે એક બિલ લોકસભામાં સરકારે પસાર કરી દીધુ છે. જેમાં દિલ્હીની સરકાર એટલે દિલ્હીના રાજ્યપાલ તેમ કહેવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્ય મંત્રીની તાકતોને વેતરી નાખવા માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. જેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેએ વિરોધ કર્યો હતો. સાથે આ બિલને ગેરબંધારણીય પણ ગણાવ્યું હતું.