ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. ગઈ કાલે ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી હતી. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે.
બીજી તરફ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારા દેખાવ પછી આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. હવે આગામી 14મી જૂને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કૈજરીવાલ ગુજરાત આવવાના છે. અમદાવાદ ખાતે તૈયાર થયેલ આમ આદમી પાર્ટીનાં સ્ટેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.