દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ સામે લડવા માટે 5T પ્લાન બનાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે જો કોરોનાને હરાવવુ છે તો અમારે પુરી તૈયારી કરવી પડશે. જો તમે ઉંઘતા રહ્યા તો કોરોના તમને હરાવી દેશે, માટે કોરોના વિરૂદ્ધ જંગમાં અમે આ પ્લાન બનાવ્યો છે.
શું છે 5T પ્લાન?
પ્રથમ T ટેસ્ટિંગ
સાઉથ કોરિયાની જેમ દિલ્હીમાં વધુમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવશે.
બીજો T ટ્રેસિંગ
જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમના સંપર્કમાં કોણ-કોણ આવ્યુ તેમણે ટ્રેસ કરવામાં આવશે.
ત્રીજો T ટ્રીટમેન્ટ
લોકોની ટ્રીટમેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવશે, જેની હેઠળ દિલ્હીની કેટલીક હોસ્પિટલોને તૈયાર કરવામાં આવી રહી છે.
ચોથો T ટીમ વર્ક
કોરોનાને હરાવવા માટે પુરી ટીમની જરૂર પડશે, માત્ર દિલ્હી જ નહી પણ રાજ્ય સરકારો બધા સાથે મળીને કામ કરે, સાથે જ ડૉક્ટર અમારી ટીમનો મહત્વનો ભાગ છે.
પાંચમો T ટ્રેકિંગ અને મોનિટરિંગ
દિલ્હીમાં જે પ્લાન બન્યા છે, તેને મોનિટર કરવાનું કામ ખુદ અરવિંદ કેજરીવાલ કરશે.
કોરોના વાયરસના વધતા કેસને જોતા દિલ્હી સરકાર કોરોનાનો રેન્ડમ ટેસ્ટ કરાવશે, જેની માટે 1 લાખ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. કોરોના સામે લડવા માટે દિલ્હી સરકાર પુરી તૈયારી કરી રહી છે. મોટી સંખ્યામાં ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે.