Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવ્યું છે. શુક્રવારે (12 એપ્રિલ) લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહાર વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીને જીત માટે 168 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેમણે 18.1 ઓવરમાં હાંસલ કરી લીધો. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની લખનઉ સુપર જાયન્ટ્સ પર આ પહેલી જીત છે. આ પહેલા દિલ્હી લખનઉ સામે સતત ત્રણ મેચ હાર્યું હતું. સાથે જ દિલ્હી એવી પહેલી ટીમ બની ગઈ છે, જેમણે લખનઉ સામે 160 અથવા તેનાથી વધારે રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હોય.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ