દિલ્હીના જામિયા વિસ્તારમાં આજે (ગુરુવારે) થયેલી ફાયરિંગની ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરી કહ્યું કે, કેન્દ્ર સરકાર આ પ્રકારની કોઇપણ ઘટનાને ચલાવી લેશે નહીં. આજે દિલ્હીમાં ફાયરિંગની ઘટના બની છે તેના પર મેં દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે અને તેમને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે CAA અને NRCના વિરોધમાં ગુરુવારે દિલ્હીના જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની માર્ચ દરમિયાન એક શખ્શે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે.