આજે દિલ્લી વિધાનસભામાં રજૂ બજેટ થવાનું હતું પરંતુ તે આજે રજૂ થશે નહિ. જેના પર આમ આદમી પાર્ટીની સરકારે બજેટને લઈને મોટો દાવો કર્યો છે. AAPએ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારે આજે રજૂ થનારું બજેટ રોકી દીધું છે. AAPનો આરોપ છે કે બજેટને મંજૂરી મળી નથી. ગૃહ મંત્રાલયના સૂત્રોએ અનુસાર, દિલ્લીનું બજેટ એટલા માટે મંજૂર નથી થયું કારણ કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, દિલ્લીનું બજેટ જાહેરાતો માટે નથી.