કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા એકપછી એક લોકડાઉનની વચ્ચે 1લી જૂનથી લોકડાઉન 5.0 લાગુ થયું છે જેને અનલોક 1 એવું નામ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ છૂટછાટને ત્રણ ચરણમાં ખોલવાનું આયોજન છે. સાથે સાથે કન્ટેઇન્મેન્ટ ઝોન સંપૂર્ણ પ્રતિબંઘિત રહેશે. બીજી બાજુ દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા અત્યાર સુધીમાં 1.90 લાખ થઇ ગઇ છે. ત્યારે લોકડાઉન વચ્ચે દિલ્હી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે એક સપ્તાહ માટે એટલે કે એક અઠવાડીયા માટે દિલ્હી બોર્ડરને સીલ કરવાનો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આદેશ આપ્યો છે. આગામી એક સપ્તાહ સુધી બોર્ડર સંપૂર્ણ સીલ રહેશે. ત્યાર બાદ CMએ લોકો પાસેથી સલાહ સૂચન પણ માંગ્યા છે. જેનાં આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.