દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આદેશ ગુપ્તાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. MCD ચૂંટણીમાં ભાજપે 250 વોર્ડમાંથી 104 બેઠકો જીતી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ 134 બેઠકો જીતી હતી. MCDની ચૂંટણીમાં ભાજપ એવી સીટ પણ જીતી શકી ન હતી જ્યાં આદેશ ગુપ્તા રહે છે. આ અંગે આદેશ ગુપ્તાએ કહ્યું હતું કે આ વિસ્તારો સાંસદો અને ધારાસભ્યોના છે.