દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલની રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને પોતાની વધતી ઉંમરને ટાંકીને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પત્રમાં તેમણે લખ્યું કે,'હવે ઉંમરના કારણે ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માગુ છું, પરંતુ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે.'