દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી (AAP)એ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
સ્વરાજ બિલની જાહેરાત વર્ષ 2015માં પણ કરી હતી
આમ આદમી પાર્ટીએ સ્વરાજ બિલ લાવશે. આ અંગેની જાહેરાત વર્ષ 2015માં પણ કરી હતી. તેનો અર્થ સ્વ-શાસન અને સૌથી સારું પ્રશાસન થાય છે. તેમા નોકરશાહી અને મતક્ષેત્રના પ્રતિનિધિઓને બદલે નિર્ણય લેવાની રાજકીય ક્ષમતા સામાન્ય લોકોના હાથમાં આવશે.
AAPની જાહેરાતો
- દરેક ઘરમાં સીધુ રેશન પહોચાડવામાં આવશે.
- 24 કલાક 200 યુનિટ ફ્રી વીજળી
- ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરવામાં આવશે
- યમુનાને સ્વચ્છ કરવાની ગેરન્ટી, જન લોકપાલ અને સ્વરાજ બિલ લાવશું
- 24 કલાક સ્વચ્છ પાણીની સુવિધા નળ પર આપશું
- મહિલાઓ માટે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા કરશું
- દિલ્હીના 10 લાખ વૃદ્ધોને તીર્થયાત્રા કરાવશું
- દેશભક્તિ પાઠ્યક્રમ શરૂ કરશું. હેપ્પીનેસ પાઠ્યક્રમથી સંબંધોમાં ગરિમા આવી છે. આ આધારે નવા દેશભક્તિ પાઠ્યક્રમ શરૂ થશે. તેનો ઉદ્દેશ લોકોમાં દેશ પ્રત્યે, દેશના રાષ્ટ્રધ્વજ અને માનવતા પ્રત્યે પ્રેમ ભાવના વધારવાની છે.
- બાળકો તેમની માતૃભાષાનો અભ્યાસ કરે પણ અંગ્રેજી પણ શીખે, તે માટે અમે શાળાથી આગળ નિકળી (સ્નાતક, બીજા અભ્યાસ ક્રમોમાં) તેમને લગતી તકો માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અંગ્રેજીના વર્ગો લગાવશું.
- દિલ્હીના મેટ્રો નેટવર્કને 500 કિમી વધારવામાં આવશે. વિશ્વનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બનાવશું.
- યમુનાને સુંદર બનાવશું. કેન્દ્ર સાથે મળી યમુનાને પર્યટન સ્થળ તરીકે વિકસાવશું.
- માર્ગોને સુંદર, સપાટ બનાવશું. આગામી વર્ષ 40 કિમી માર્ગો આ પ્રકારના પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરશું.
- સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવશે. સફાઈ કર્મચારીઓના યોગદાનને સલામ કરતા જો તેમનું ફરજ સમયે મૃત્યુ થાય તો તેમને એક કરોડનું વળતર આપવામાં આવશે.
- વ્યાપારીઓના વેટને લગતા પડતર પ્રશ્ન ઉકેલવામાં આવશે. વ્યાપારીઓ માટે BDA અને MCD પર દબાણ લાવશું કે તે દુકાનોનું સીલિંગ ન કરે. અમે નવી દુકાનો માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશું. ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે ભંડોળ આપશું. દિલ્હીમાં સર્કલ રેટની સમીક્ષા કરવામાં આવશે.
- દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 24 કલાક માર્કેટ ખુલશે.
- મહિલાઓ માટે અમે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરથી કામ કરવાની વ્યવસ્થા કરશું, જેથી તેમના પરિવાર સાથે દિલ્હીની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી શકે. તેમને તાલીમ આપવામાં આવશે અને યોગ્ય તક પણ આપવામાં આવશે.
- જે ગેરકાયદેસર કોલોની છે તે માટે કેન્દ્ર સરકાર સાથે માલિકી હક નક્કી કરશું. કોલોનિની જમીનના ઉપયોગને નિયમિત કરવામાં આવશે.
- દિલ્હીમાં 5 વર્ષથી રહેતા ઓબીસી માટે નિવાસ પ્રમાણ પત્ર અનિવાર્યતાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવશે.
- ભોજપુરી ભાષાને આઠમી અનુસૂચીમાં સામેલ કરવા કેન્દ્ર પર દબાણ લાવશે.
- 1984 શીખ વિરોધી નરસંહારના પીડિતો માટે ઉચ્ચ ન્યાયાલય દ્વારા સમિતિની રચના
- ખેડૂતો માટે જમીન સુધાર અધિનિયમમાં ફેરફાર કરવામાં આવશે. તેમની મુશ્કેલી દૂર કરવામાં આવશે.