દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી મામલે કોંગ્રેસી નેતા જયરામ રમેશ તથા પવન ખેરાને સમન પાઠવ્યું છે. ઉપરાંત કોર્ટે પવન ખેરાને સ્મૃતિ ઈરાનીની દીકરી પર આક્ષેપ કરતી ટ્વિટ દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
પવન ખેરાએ પોતાની ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. બંને નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્મૃતિ ઈરાનીની દીકરી બનાવટી લાઈસન્સ દ્વારા બાર ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.