ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. 150થી વધુ વિદ્યાર્થીનાં ભવિ સાથે ચેડાં થયાં છે. યુનિવર્સિટીએ આપેલા ડિગ્રી સર્ટિફિકેટમાં કોલેજનું નામ જ ખોટું છપાયું છે. ગાંધીનગરની ગોયન્કા કોલેજનું નામ સર્ટિફિકેટમાં ખોટું છપાયું છે. ડિગ્રી સર્ટિફિકેટમાં કોલેજના નામના સ્પેલિંગમાં ભૂલ થતાં માસ્ટર અને વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે.