સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (12 ડિસેમ્બર) સંરક્ષણ ક્ષેત્રે ભારતને વધુ મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. સંરક્ષણ મંત્રાલયે 'મેક ઇન ઇન્ડિયા' ચળવળને વધુ મજબૂતી આપવા બે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને આ પ્રોજેક્ટ્સ માટે આશરે 20,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. જે અંતર્ગત HAL પાસેથી ભારતીય વાયુસેના માટે 12 Su-30MKI (સુખોઇ) ફાઇટર જેટ ખરીદવામાં આવશે. આ માટે રૂ. 13,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત L&T પાસેથી ભારતીય સેના માટે પણ 100 k-9 વજ્ર સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ટેન્ક ખરીદવામાં આવશે.