રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ ગુરુવારે સવારે બેંગલુરુમાં સ્વદેશી ફાઇટ પ્લેન તેજસમાં ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો છે. તેઓ સ્વદેશી તેજસ વિમાનમાં ઉડાન ભરનારા પહેલા રક્ષામંત્રી છે. જણાવી દઈએ કે તેજસ ફાઇટર પ્લેનને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઇન અને વિકસીત કર્યુ છે. નોંધનીય છે કે, તેજસે 4 જાન્યુઆરી 2001માં પહેલી ઉડાન ભરી હતી.