રશિયામાં યોજાનાર મૉસ્કો સંમેલનમાં ભાગ લેવા ભારતનાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ રશિયા જશે. સંરક્ષણ મંત્રી તરીકે રશિયાનો આ તેમનો પ્રથમ પ્રવાસ છે. 3 થી 5 એપ્રિલ વચ્ચે યોજાનારા ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર આયોજિત 7મા મૉસ્કો સંમેલનમાં હાજરી આપશે. ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રને લઇને કેટલાક કરાર અંગે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે.