રાજ્યમાં કોરોના વાયરસના કારણે હવે શાળાઓ ઑનલાઇન શરૂ છે, દિવાળી સુધી રાજ્યમાં શાળાઓ ખુલશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્યમાં પ્રતિદિન કોરોના વાયરસના 1300+ કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં સરકારે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો. 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.
ગુજરાત બોર્ડ સંલગ્ન તમામ ખાનગી અને સરકારી શાળઓમાં ધોરણ 9-12માં વર્ષ 2020-21 માટે અંદાજિત 30% અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને રાહત થશે.
સરકારે ઘટાડેલા અભ્યાસક્રમમાં ઘટાડો કરતી વખતે લીંક પ્રકરણો-ટોપિક રદ્દ ન થાય તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં તેની અસર ન થાય તેવી રીતે નિર્ણય લીધો હોવાનો દાવો છે. સરકારના મતે ઘટાડેલા અભ્યાસક્રમના વિષય પરીક્ષામાં નહીં પૂછાય
સરકાર આ અંગેનો વિગતવાર પરિપત્ર બહાર પાડશે, જેમાં ધોરમ 9-12ના વિષયોના અભ્યાસક્રમમાં ચાલુ રાખેલા પ્રકરણો મુદ્દાઓ તેમજ અભ્યાસક્રમમાં રદ્દ કરેલા મુદ્દાઓની વિગતો આપવામાં આવશે. આ વિગતો તમામ જિલ્લાના જિલ્લાશિક્ષણાધિકારી મારફતે રાજ્યના બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ધોરણ 9-12માં અભ્યાસક્રમ ઘટાડવા માટે અગાઉ સરકારે 23 જુલાઈ, 20 ઑગસ્ટ, 11 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બરના રોજ બેઠક યોજી હતી. શિક્ષણ મંત્રી ચુડાસમાના અઘ્યક્ષસ્થાને આ બેઠકો યોજાઈ હતી. ત્યારબાદ તજજ્ઞોની સલાહના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે.