કોરોના વાયરસના પગલે શાળાઓ બંધ રાખવાનો સરકારના નિર્ણય બાદ હવે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ કે જેઓ મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ મેળવે છે તેમને ફૂડ સિક્યોરીટી એલાઉન્સ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેટલા સમય સુધી શાળાઓ બંધ રહેશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને તેની ચૂકવણી કરવામાં આવનાર છે. આ માટે વિદ્યાર્થીઓને કૂકિંગ કોસ્ટ અને અનાજનો જથ્થો આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. શાળાઓ બંધ હોવાથી બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ધો.1થી 5ના વિદ્યાર્થીઓને રૂ. 4.96 કૂકિંગ કોસ્ટ અને 100 ગ્રામ અનાજનો જથ્થો પ્રતિદિન મળશે. જ્યારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓને રૂ. 6.96 કૂકિંગ કોસ્ટ અને 150 ગ્રામ અનાજનો જથ્થો પ્રતિદિન આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા બાળક દીઠ કૂકિંગ કોસ્ટ નક્કી કરવામાં આવેલી છે.
જ્યારે ભારત સરકાર દ્વારા અનાજના જથ્થાનું પ્રમાણ નક્કી કરાયું છે. આ જથ્થો જ્યાં સુધી શાળા બંધની જોગવાઈ રહેશે ત્યાં સુધી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બાળકોને ભોજન આપી શકાય તેમ ન હોવાથી એલાઉન્સ મળશે.