થેની જિલ્લામાં 40 ફુટ ઉંડી ખાઈમાં કાર ખાબકતા 8 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક કાર બેકાબુ થઈને ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 8 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા હતા. થેનીના કલેકટર કે.વી.મુરલીધરન અકસ્માતની જાણ કરાઈ છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત કુમુલી પહાડી પર થયો છે. એક કાર અચાનક ખાઈમાં ખાબકી હતી, જેમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે.