સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોળો જંગલને પ્રદુષણમુક્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર પોળો જંગલ આસપાસના વિસ્તારોમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લદાયો છે. સાબરકાંઠા જિલ્લા કલેકટરે પ્રતિબંધ લાદતુ જાહેરનામુ બહાર પાડ્યું છે. જે અનુસાર શારણેશ્વર મંદિરથી ગાજીપીર દરગાહ સુધીના વિસ્તારમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે. અનેક સહેલાણીઓ પોળોનાં જંગલમાં ફરવા આવે છે.