દેશમાં પ્રવર્તી રહેલી કોરોના મહામારીના પગલે ૩૧ ડિસેમ્બર અને ૨૦૨૧ના નવા વર્ષની ઉજવણી ફિક્કી બની રહેશે. કેન્દ્ર સરકારે બુધવારે બ્રિટનના નવા કોરોના સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રીના પગલે રાજ્યોને શ્રેણીબદ્ધ નિયંત્રણો લાગુ કરવા સૂચના આપી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્ય સરકારો સ્થાનિક સ્થિતિની સમીક્ષા કરીને ૩૦,૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી માટે નિયંત્રણો લાગુ કરે. જોકે અંતિમ નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ટોચના અધિકારીએ રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા સાડા ૩ મહિનાથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે યુરોપ અને અમેરિકામાં કોરોના સંક્રમણમાં વધારાને ધ્યાનમાં લેતાં દેશમાં હજુ સાવચેતી અને ચાંપતી નજર રાખવાની આવશ્યકતા છે. ૨૦૨૧ના નવા વર્ષ અને તેની સાથે સંકળાયેલી વિવિધ ઉજવણીઓના સંદર્ભમાં આકરી સાવધાની જરૂરી છે. સુપર સ્પ્રેડર બની શકે તેવા તમામ કાર્યક્રમો પર રોક લગાવવી જોઈએ.
કયા રાજ્યમાં કેવા પ્રતિબંધ
તામિલનાડુ-બીચ, હોટેલ, રિસોર્ટ અને ક્લબમાં ઉજવણી થઈ શક્શે નહીં
મહારાષ્ટ્ર-તમામ શહેરોમાં રાતના ૧૧થી સવારના ૬ સુધી નાઇટ કરફ્યૂ
કર્ણાટક-મોટી સંખ્યમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ
રાજસ્થાન-સમગ્ર રાજ્યમાં ૩૧ ડિસેમ્બર રાતના ૮ કલાકથી ૧ જાન્યુઆરીના સવારના ૬ કલાક સુધી નાઇટ કરફ્યૂ
દિલ્હી-જાહેર કાર્યક્રમો અને ટેરેસ પાર્ટી પર પ્રતિબંધ,
પશ્ચિમ બંગાળ-કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી એસઓપી લાગુ
ઉત્તરાખંડ-પબ, બાર, રેસ્ટોરન્ટ સહિત જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ
ઓડિશા-જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણી કરી શકાશે નહીં
પંજાબ-રાતના ૧૦થી સવારના પાંચ સુધી નાઇટ કરફ્યૂનો અમલ