સાઉદી અરબમાં મહિલાઓના અધિકાર માટે લડતા કાર્યકર્તા ઈસરા અલ ધોમધમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી શકે છે. સરકારી વકિલે કોર્ટ પાસે ઈસરા અને ચાર અન્ય કાર્યકર્તાઓને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે. હ્યુમન રાઈટ્સ વોચ અનુસાર ઈસરા પર અશાંત કાતિફ પ્રાંતમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં સામેલ થવાનો આરોપ છે. આ પ્રદર્શન શિયા સમુદાય વિરુદ્ધ થતા ભેદભાવના વિરોધમાં કરવામાં આવ્યુ હતું.