બ્રિટન પર સૌથી લાંબો સમય ૭૦ વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ-૨નું બાલ્મોરા મહેલ ખાતે ૯૬ વર્ષની વયે લાંબી બીમારી પછી નિધન થયું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતાં તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેનાં મહેલમાં ડોકટરોનાં નિરીક્ષણ હેઠળ રખાયા હતા. જોકે, મોડી રાતે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે, ગુરુવારે બપોરે બાલ્મોરલ ખાતે રાણીનું નિધન થયું હતું. મહારાણીના નિધનની પુષ્ટી કરી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયે ૧૯૫૨માં સત્તા સંભાળી હતી. રાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધન સાથે હવે તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દેશના રાજા બન્યા છે. રાણીના પાર્થિવ શરીરને હવે લંડન લઈ જવાશે તથા નિશ્ચિત આયોજન મુજબ ૧૦ દિવસ પછી તેમની અંતિમક્રિયા કરાશે.