મહાત્મા ગાંધીના પૌત્ર અરૂણ મણિલાલ ગાંધીનું 89 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થઈ ગયું. અરૂણ ગાંધીના દીકરા તુષાર ગાંધીએ મંગળવારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. જણાવી દઈએ કે, અરૂણ ગાંધી છેલ્લા ઘમા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરાશે. અરૂણ ગાંધીએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.