કોરોના મહામારીની બીજી લહેરના કારણે દેશભરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલમાં બેડની અછત સહિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભાંગી ગયું છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે બુધવારે યોગી સરકારની જ્યારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે ત્યાં સુધી કહી દીધું કે ઓક્સિજનના અભાવે કોરોના દર્દીઓના થઈ રહેલા મોત નરસંહાર સમાન છે જ્યારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું કે ઓક્સિજનનું વિતરણ તમારા કરતાં આઈઆઈટી અને આઈઆઈએમ સારી રીતે કરી શકશે. તમારે તેમને હેન્ડઓવર કરી દો. સુપ્રીમે પણ દિલ્હીને ઓક્સિજન પૂરો પાડવા મુદ્દે કેન્દ્રની ટીકા કરી હતી.