અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન થયું છે. 86 વર્ષના લક્ષ્મીકાંત દીક્ષિત લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત હતા. લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મીરઘાટ સ્થિત સંગવેદ કોલેજના વરિષ્ઠ શિક્ષક હતા. આ યુનિવર્સિટીની સ્થાપના કાશીના રાજાના સહયોગથી કરવામાં આવી હતી. આચાર્ય લક્ષ્મીકાંતની ગણના કાશીમાં યજુર્વેદના મહાન વિદ્વાનોમાં થતી હતી.