સુપ્રીમ કોર્ટે રહેમરાહે અપાતી નોકરીને લઇને એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી, સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મૃત્યુ યુવા-વૃદ્ધ કે અમીર-ગરીબમાં કોઇ જ ભેદભાવ નથી કરતું. સરકારી અધિકારીઓએ રહેમરાહે અપાતી નોકરીનો નિર્ણય કરતી વખતે વધુ સક્રિયતાની ભાવનાથી કામ કરવું જોઇએ તેવુ આહવાન પણ સુપ્રીમ કોર્ટે કર્યું હતું.