ગાઝામાં ઇઝરાયેલ ફરી પાછું ત્રાટક્તા તેણે ધડબડાટી બોલાવી છે. ઇઝરાયેલે શનિવારે કરેલા જબરદસ્ત હવાઈ હુમલામાં ૫૦થી વધુના મોત થયા છે અને ૬૦થી વધુને ઇજા થઈ છે. આ સાથે ગાઝામાં સાતમી ઓક્ટોબરના હુમલા પછી વળતી કાર્યવાહીમાં મરનારાનો આંકડો૧૯,૦૦૦ને વટાવી ચૂક્યો છે. હજી પણ યુદ્ધ બંધ થયું નથી, મૃત્યુ પામેલાઓમાં ૭૦ ટકા મહિલાઓ અને બાળકો છે. ઇઝરાયેલના હમાસ સાથેના યુદ્ધમા અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ ઇજા પામ્યા છે અને કુલ ૨૩ લાખમાંથી ૨૦ લાખની વસ્તી વિસ્થાપિત થઈ ચૂકી છે.