ભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કો ની હાલત દયનીય થઈ ચૂકી છે. અહેવાલ અનુસાર શુક્રવારે મોડી રાતે મોરક્કોમાં આવેલા ભીષણ ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 6.8ની તીવ્રતાના ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 2012થી વધુ લોકોના મોત ના અહેવાલની પુષ્ટી થઈ છે. જોકે ઘાયલોની સંખ્યાની વાત કરીએ તો 2059 લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.