રશિયાના કઝાન શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. અમેરિકાના 26/11 જેવો હુમલો રશિયામાં થયો છે. ત્યાર બાદ ભારે નુકસાન થયાની માહિતી સામે આવી રહી છે. ઘટના સ્થળની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
રશિયાના કજાન શહેરમાં ભીષણ એટેક થયો છે, જેને વિશ્વને અમેરિકાના ઇતિહાસમાં થયેલા સૌથી વીભત્સ 9/11 હુમલાની યાદ અપાવી છે. રશિયાના કઝાન શહેરમાં સીરિયલ ડ્રોન (UAV) એટેક કરવામાં આવ્યો છે. આ હુમલો કઝાન શહેરની ત્રણ હાઇ રાઇઝ બિલ્ડિંગમાં થયો છે. હુમલાના કારણે ભારે નુકસાન થયું છે. જો કે આ અંગે હજી અધિકારીક માહિતી સામે આવ્યા બાદ જ નુકસાનનો અંદાજ લગાવી શકાય છે.