કર્ણાટકના ચૂંટણી પરિણામ આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીપદ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે સીએમપદના દાવેદારો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે અલગ અલગ બેઠકો કરી હતી. પરંતુ આજે યોજાયેલી બેઠકો અનિર્ણિત રહી હતી. હાઈકમાન્ડ હજુ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે નિર્ણય લઈ શકી નથી ત્યાં કોંગ્રેસના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા લિંગાયત સમાજે તેમના ઉમેદવારને સીએમ બનાવવા નહીં તો ૨૦૨૪ની ચૂંટણીમાં જોઈ લેવાની ચેતવણી આપતા મડાગાંઠ વધુ ગુંચવાઈ ગઈ છે.