શન કાર્ડ ધારકો માટે રાહતભર્યા સમાચાર છે. સરકારે પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ (PDS) અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના લંબાવી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિત્તરણ વિભાગ દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લાભાર્થી રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકશે.
અગાઉ રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદા 30 જૂન, 204 હતી. જેમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પણ સરકારે ઘણી વખત સમય મર્યાદા વધારી હતી. દેશમાં 99.8 ટકા રેશન કાર્ડ આધાર સાથે લિંક છે.
રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવુ અનિવાર્ય છે. સરકારે ફેબ્રુઆરી, 2017માં PDS અંતર્ગત લાભ આપવા રેશન કાર્ડને ફરિજ્યાતપણે આધાર કાર્ડ સાથે લિંક કરવા નિર્દેશ કર્યો હતો. જેણે આધાર લિંક કરાવ્યા નથી તેઓ સબસિડી હેઠળ મળતાં અનાજ, ગેસ સિલિન્ડર જેવી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાશે નહીં. અમુક રાજ્યોમાં રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે.