રાજકોટ કલેકટર કચેરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજમાંથી મરેલા ઉંદરો નીકળતા તેઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસી કાર્યકર્તાઓએ અનાજનો ઢગલો કલેકટરના ટેબલ પર ફેકી વિરોધ કરતા મામલો બીચક્યો હતો અને કલેકટર અને કોંગ્રેસ આગેવાન વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. કલેકટર દ્વારા કોંગ્રેસના આગેવાનોને ચેમ્બર બહાર કાઢવામાં આવ્યા હતા.