અમરેલી જીલ્લાના ખાંભાનાં રેવન્યુ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવવાની ઘટનાથી તંત્ર હરકતમાં આવ્યું છે. ખાંભાનાં ગોરાણા ગામની વાડી નજીક શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તાર વનવિભાગ દ્વારા કોર્ડન કરાયો હતો. સિંહનું શંકાસ્પદ મોત થવાની જાણકારી મળતાં જ ધારી વનતંત્રના અધિકારીઓ બનાવસ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.