સુરતના પાંડેસર વિસ્તારમાંથી સવારે ઝાડીઓમાંથી એક શબ મળી આવ્યું હતું. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે શબ બાળકીનું છે અને કોઈએ હત્યા કરીને તેને અહીં સૂમસામ વિસ્તારમાં ઝાડીઓમાં ફેંકી દીધું છે. બનાવથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી છે. સૃતક બાળકીની ઓળખ થઈ શકી નથી.