જમ્મુ અને કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદના પરિણામ આવી ગયા છે. પરિણામોમાં સાત પાર્ટીઓના બનેલા ગુપકાર ગઠબંધને સૌથી વધુ સીટો મેળવી છે. જ્યારે ભાજપે તો ઈતિહાસ રચ્યો છે જે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. અત્યાર સુધી મળેલા આંકડા મુજબ ગુપકાર ગેંગને 101 બેઠકો મળી છે. આ ગઠબંધન સાત પાર્ટીઓનું બનેલું છે. જેમાં નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ કોન્ફરન્સ, CPI-CPIM, અવામી નેશનલ કોન્ફરન્સ અને જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ સામેલ છે
જો કે સૌથી મોટી વાત એ છે કે એકલા ભાજપના ફાળે 74 જેટલી ધરખમ બેઠકો ગઈ છે. નેશનલ કોન્ફરન્સને 67 બેઠકો મળી છે. પીડીપીને 27 બેઠકો જ્યારે કોંગ્રેસને 26 બેઠકો મળી છે. અપક્ષોએ આશ્ચર્યજનક રીતે 49 બેઠકો મેળવી છે. આ સિવાય જેકેએપીને 12, સીપીઆઈએમને 5, જેકેપીએમને 3 અને એપીપીને 2 બેઠકો મળી છે. બીએસપી અને પીડીએફના ફાળે પણ એક એક બેઠક ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપે પહેલીવાર કાશ્મીરમાં પોતાનું ખાતું ખોલ્યું છે અને 3 બેઠકો મેળવી છે.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ પહેલી ચૂંટણી હતી.