ભાજપ દ્વારા સંસદની કાર્યવાહી ખોરવવા બદલ કોંગ્રેસ સામે દેશભરમાં ધરણાં-ઉપવાસ યોજ્યાં છે. અમદાવાદમાં જિલ્લા પંચાયતની સામે ભાજપ દ્વારા ઉપવાસ કરવામાં તો આવ્યા પણ ઉપવાસીઓ માટે કૂલરની સાથે મિનરલ વોટર રાખવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી પણ આ ઉપવાસમાં જોડાયા હતા. માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ભાજપના મંત્રીઓ તથા કાર્યકર્તાઓએ કૂલર વચ્ચે ઉપવાસ યોજ્યાં હતાં.