ભારતના યુવા ખેલાડી રામકુમાર રામનાથને ન્યૂઝીલેન્ડના નંબર વન ટેનિસ ખેલાડી ફિન ટેર્નેયને ૭-૫, ૬-૧, ૬-૦થી હરાવીને ટીમને ડેવિસ કપ એશિયા-ઓસેનિયા ગુ્રપ વન ટાઈમાં વિજય અપાવ્યો હતો. આ પછી પાંચમી અને આખરી તેમજ ઔપચારિક બનેલી બીજી રિવર્સ સિંગલ્સમાં ભારતના યુકી ભામ્બરીએ જીત મેળવી હતી.