ડટ્સન કાર દ્વારા ભારતમાં પોતાની સફળ કાર રેડી ગોના ફેસલિફ્ટ વેરિએન્ટને લોન્ચ કરવાની યોજના છે. આ કાર હાલના રનિંગ મોડલ કરતા ઘણી જ ફ્રેશ હશે, કારમાં અનેકવિધ ફીચર્સ આપવામાં આવશે તેમજ સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ તેને ઇન્ડોનેશિયામાં રજૂ કરતા પહેલા તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. જે જોતા કાર પહેલા કરતા ઘણી કૂલ લાગી રહી છે.