ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ મહાનગર પાલિકા માટે એક ફેબ્રુઆરી જ્યારે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારી પત્રો ભરાવની છેલ્લી તારીખ મહાનગરપાલિકાઓ માટે 6 ફેબ્રુઆરી અને નગપાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતો માટે 13 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ મહાનગરપાલિકા માટે 9 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા જિલ્લા પંચાયતો માટે 16 ફેબ્રુઆરી રાખવામાં આવી છે.