કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર તમામ વાહનો પર હાઈ સીકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. ગુજરીતનીમાં જૂના વાહનો પર આ નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ ૧૫-૨-૨૦૧૮ જાહેર થઈ હતી. જોકે નાગરિકોના વધુ પડતા ઘસારાને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આ મુદત ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે.