લોકરક્ષક ભરતીમાં ઉમેદવારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એલઆરડી ભરતીની લેખિત કસોટી આગામી 10મી એપ્રિલ 2022ના રોજ લેવામાં આવશે. આજથી આ જાહેરાતને ડેડલાઇન બનાવીને ઉમેદવારો અંતિમ તૈયારી કરે તો ફેબ્રુઆરીના 24, માર્ચના 31 અને એપ્રિલનો 10મો દિવસ ગણતા 65 દિવસની અંતિમ તૈયારી કરવા મળશે.
એલઆરડી ભરતીના વડા હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું, 'લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 305000 ઉમેદવારો પરીક્ષા આપશે. 220000 વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની તક મળશે.'