કેનેડાની મોબાઈલ કંપની ડેટાવીંડ ભારતમાં 200 રુપિયામાં વર્ષભર માટે ઈન્ટનેટ-ડેટા પ્લાન લોંચ કરે તેવી સંભાવના છે. કંપનીએ તેના માટે રુ. 100 કરોડનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવ્યો છે. સ્માર્ટ ફોન અને ટેબલેટ બનાવતી આ કેનેડાની કંપનીએ લાયસન્સ માટે પણ અરજી કરી છે. નિયમ મુજબ લાયસન્સ મળ્યા બાદ અન્ય ટેલિકોમ કંપનીની સાથે ભાગીદારી કરીને જ તે ભારતમાં આ ઈન્ટરનેટ સેવા આપી શકે.