ભારતમાં ફેસબુકના યૂઝર્સનો પર્સનલ ડેટા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવાના આરોપસર સીબીઆઇએ બ્રિટન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ સેન્ટર સામે ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. સીબીઆઇએ જુલાઈ ૨૦૧૮માં કથિત ડેટા ચોરી અંગે કેન્દ્રીય આઈટી મંત્રાલય દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આ મામલામાં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ૧૯ જાન્યુઆરીએ સીબીઆઇએ બ્રિટનની આ બંને કંપનીઓ સામે એફઆઇઆર નોંધી હતી. એફઆઇઆર અનુસાર ફેસબુક દ્વારા આરોપ મુકાયો છે કે બ્રિટનની ડેટા ફર્મ દ્વારા ૫,૬૨,૦૦૦ ભારતીય યૂઝર્સના પર્સનલ ડેટા લીક કરાયાં હતાં. ભારતમાં ફેસબુકના ૨૦ કરોડથી વધુ યૂઝર્સ છે.